ગોંડલની શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

પાવન પર્વ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે એક ભવ્ય અને અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવી પેઢી અને યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશય સાથે યોજાયેલા આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગોંડલના નગરજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિજેતાઓને ટ્રોફી/પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે સહભાગી થયેલા તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર એનાયત કરી તેમના ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર મહોત્સવનું આયોજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. કેમ્પસ ડાયરેક્ટર ગોકાણી , તમામ વિભાગોના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ જાનવીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો , દિવ્ય લીલાઓ સ્ટેજ પર જીવંત બની આ કાર્યક્રમમાં પ્રેપ થી 7 સુધીના ભૂલકાંઓએ માતાઓ સાથે ભાગ લીધો હતો. આકર્ષણના કેન્દ્રરૂપ બનેલી સ્પર્ધાઓમાં “બેસ્ટ રાધા-કૃષ્ણ” અને “બેસ્ટ યશોદા” વેશભૂષામાં સજ્જ બાળકોએ સૌના મન મોહી લીધા હતા. કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપ, જગન્નાથ સ્વરૂપ, બાંકેબિહારી અને હરિ-હર જેવા અલૌકિક સ્વરૂપોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ ગોવર્ધન લીલા, દામોદર લીલા, માખણ ચોર લીલા જેવી પ્રભુની પાવન લીલાઓનું સુંદર અને ભાવસભર પ્રદર્શન કર્યું હતું. શાળા પરિવાર દ્વારા વાલીઓ માટે સુશોભનની વિશિષ્ટ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જેમાં વાંસળી, હિંડોળા, આરતીની થાળી અને મટુકી ડેકોરેશન જેવી કેટેગરીઓમાં 300 થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ઉત્કૃષ્ટ સર્જનશક્તિ અને અતુટ શ્રદ્ધાનું પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *