કોટડાસાંગાણી પંથકના 134 દિવ્યાંગને મળ્યો જીવન જીવવાનો મજબૂત ટેકો

કોટડા સાંગાણીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોટડાસાંગાણી તાલુકાના કુલ 134 લાભાર્થીઓએ હાજર રહી લાભ લીધો છે. જેમાં 42 લાભાર્થીઓના નવા ડોક્ટરી સર્ટી/UDID ઇસ્યુ કરવામાં આવ્યા, PMJAY 25 કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, અને 15 આભા કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ અને એલીમ્કો દ્વારા 13 લાભાર્થીઓને મોટા્રાઈઝ બેટરી બાઈક, 14 લાભાર્થીઓને ટ્રાઈસિકલ, 5 લાભાર્થીને વ્હીલચેર 4 લાભાર્થીને ટીએલએમ કીટ, 22 લાભાર્થીને કાખ ઘોડી, 14 લાભાર્થીને વોકિંગ સ્ટિક, 10 લાભાર્થીને હિયરિંગ એડ, 1 લાભાર્થીને સુગમ્ય કેન, 2 લાભર્થીને સિલિકોન ફોમ, 2 લાભાર્થીને ટેટ્રા પોર્ડ, 2 લાભાર્થીને સીપી ચેર, 3 લાભાર્થીને સેલ ફોન, 3 લાભાર્થીને ADL કીટ વગેરે સહાયક ઉપકરણ 95 મંજૂર કરવામાં આવેલ જેની કુલ રકમ 10,96,825/- થાય છે તેમજ સમાજ સુરક્ષા કચેરી દ્વારા 31 લાભાર્થીને યોજનાકીય લાભો મંજૂર કરવામાં આવેલ છે.

જેમાં દિવ્યાંગ કેમ્પસમાં ડો.પી.કે સિંધ (RCHO-રાજકોટ) મામલતદાર જી.બી જાડેજા, તાલુકા વિકાસ અધિકારી રિધ્ધીબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા ડો.બી.ટી જોષી(THO -કો.સા) મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહેલા દિવ્યાંગોને તપાસણી કરવામાં આવેલી હતી તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *