પાંચિયાવદર પાસે કાર દુર્ઘટનામાં આર.કે. યુનિ.ના કર્મચારીનું મોત

રાજકોટ શહેરની ભાગોળે આવેલી આર.કે. યુનિવર્સિટીમાં નોકરી કરતો સુલતાનપુરનો યુવાન કાર લઈ નોકરી ઉપર આવતો હતો ત્યારે ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને ગંભીર ઇજાથી તેનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

ગોંડલના સુલતાનપુર ગામે રહેતો હર્ષિત કિશોરભાઈ વઘાસીયા (ઉ.24)નામનો યુવાન રાજકોટમાં આર.કે. યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે તે સુલતાનપુરથી કાર લઈ નોકરી ઉપર આવતો હતો ત્યારે પાંચિયાવદર નજીક પહોંચતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હર્ષિતને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *