કલોલના સાંતેજ પાસે આવેલી છે ‘ફેઈથ’ કંપની, 10 લિટર પાણી અને ફોમનો મારો ચલાવ્યો હતો

કલોલના સાંતેજ વિસ્તારમાં આવેલી ‘ફેઈથ’ નામની વેક્સ બનાવતી ફેક્ટરીમાં આજે ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર, અમદાવાદ, કડીથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતો અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સાંતેજ સ્થિત વેક્સ બનાવતી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં મોટા જથ્થામાં વેક્સ (મીણ)નો સ્ટોક હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે નીકળતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને લઈને આસપાસના વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

કલોલ, ગાંધીનગર, અમદાવાદ અને કડીથી ફાયરની ટીમો પહોંચી હતી આગની ગંભીરતાને જોતા તુરંત જ કલોલ, ગાંધીનગર, અમદાવાદ અને કડી સહિતના આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. વધતી જતી ગરમીના કારણે પણ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. જો કે 10 લાખ લિટર પાણી અને ફોમનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.

આગ લાગવાનું કારણ અકબંધ સુરક્ષાના ભાગરૂપે લોકોની ભીડને દૂર કરી વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ આગની ગંભીરતાને જોતા કલોલના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ અને તપાસ બાદ જ આગ લાગવા પાછળનું સચોટ કારણ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *