‘ચણિયા ટોળી’ ફિલ્મની જેમ ચોરી કરતી મહિલા ગેંગ

વડોદરા શહેરમાં રોજબરોજ ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે આંતરિક રોડ રસ્તા અને અંદરની સોસાયટીઓમાં ચોરીના બનાવો બનતા હતા, પરંતુ હવે જાહેર માર્ગ અને મુખ્ય ચાર રસ્તા પર પણ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા પાસે મેડિકલ સ્ટોર સહિત અન્ય દુકાનોમાં મહિલાઓની ટોળકી ફિલ્મી સ્ટાઈલમાં દુકાનમાં પ્રવેશી ચોરી કરી હતી.આ મામલે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલ આ ચોરીની ઘટનામાં અંજામ આપનાર મહિલા ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ દ્રશ્યો કોઈ ફિલ્મી દ્રશ્યોથી કમ નથી. જેવી રીતે ચણિયા ટોળી ગુજરાતી ફિલ્મમાં મહિલા ગેંગ બેન્કમાં ચોરી કરે છે તેવી જ રીતે આ મહિલા ગેંગ પહેલા રેકી કરી અને બાદમાં મેડીકલ સ્ટોરમાં એક મહિલાને શટલમાંથી અંદર મોકલી ચોરી કરે છે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે.

મહિલાઓ ચોરીને અંજામ આપતા પહેલા રોડ રસ્તા પરથી પસાર થતા લોકો જોઈ ન જાય તે માટે ખાસ એક મહિલા ચાદરનો ઉપયોગ કરી અન્ય મહિલાઓને પ્રોજેક્ટ કરતી નજરે પડે છે. આ ચોરીની ઘટના માંજલપુર વિસ્તારમાં આવેલ એક મેડિકલ સ્ટોર, ઓપ્ટિક સ્ટોર અને એક ફૂટવેરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

આ બનાવમાં પચીસ હજાર કરતા બધું રોકડ રકમની ચોરી થઈ છે. પોલીસે આ મામલે અજાણી મહિલાઓ ચોરીને અંજામ આપતી સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. આ ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગેંગ કઈ રીતે ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *