કલેક્ટર ફરી 3 દિવસની રજા પર, DDOને ચાર્જ અપાયો

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી આજથી ત્રણ દિવસની પારિવારિક કારણોસર રજા પર ઉતરી ગયા છે. તેમનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેને સોંપવામાં આવેલ છે. તેમજ આગામી તા. 10ને ગુરૂવારથી બે દિવસ ગાંધીનગરમાં આયોજિત કરાયેલ કોન્ફરન્સમાં તેઓ ભાગ લેવા જનાર છે. જેમાં તા. 10ને ગુરૂવારના રાજકોટ સહિત રાજયભરના કલેકટરો તેમજ એસ.પી. અને સી.પી. (કમિશનર ઓફ પોલીસ)ની કોન્ફરન્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે. ગૃહવિભાગ દ્વારા યોજાનાર આ કોન્ફરન્સમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવનાર છે. જ્યારે તા. 11ને શુક્રવારે રાજયના મહેસુલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી જયંતિ રવિની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજયભરના કલેકટરોની કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં મહેસુલી કામગીરીની સમીક્ષા કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન કલેકટર પ્રભવ જોશી આજથી ત્રણ દિવસની રજા પર ઉતરી જતા તેઓનો ચાર્જ ત્રણ દિવસ માટે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેના હવાલે કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *