કમળાપુરમાં બાલક-પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

કમળાપુર ગામમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલક-પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને બાળકો સાથે પ્રાર્થના-વંદનાથી થયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન અન્નપ્રાશન દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં છ માસ પૂર્ણ કરનાર બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ત્રણથી છ વર્ષના બાળકોના જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સીડીપીઓ દ્વારા બાલક-પાલક સર્જન કાર્યક્રમના હેતુ અને મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો અને વાલીઓ માટે છાંટ કામ, ફાડ કામ અને ટમેટું-બટેકું જેવી વિવિધ રમતો તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના સમાપનમાં, ઉપસ્થિત તમામ બાળકો અને વાલીઓએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *