ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કર્યો છે. શનિવારથી વિઝા અરજીઓ પર નો ફર્ધર સ્ટે લગાવવો ફરજિયાત રહેશે. એટલે કે ટૂરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા બાદ ત્યાં રહીને વિઝાની અવધિ વધારી શકાશે નહીં.
ભારતીયો માટે રિટર્ન ટિકિટ કરાવવી જરૂરી રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં મહત્તમ 12 મહિનાની અવધિ માટે વિઝા જારી કરવામાં આવે છે. અરજદાર રોકાણની અવધિનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં રહેવાની અવધિ નક્કી કરવાનો નિર્ણય વિઝા જારી કરતા અધિકારી પર જ નિર્ભર રહે છે.
નવા નિયમોની અસર ભારતથી આવતા મુસાફરો પર પડશે. ઓસ્ટ્રેલિયા ભારતીયો માટે શિક્ષણ, સેવા અને બિઝનેસ હબ બન્યું છે. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, 2025 દરમિયાન ઓસ્ટ્રેલિયા આવનારા ભારતીયોની સંખ્યા વિક્રમી 4.51 લાખ રહી. જ્યારે 2024માં 3 લાખ ભારતીયોને વિઝા જારી કરવામાં આવ્યા હતા.