વુમન્સ બિગ બૅશ લીગ (WBBL)માં બુધવારે મેલબર્ન રેનેગેડ્સની બેટર ડિએન્ડ્રા ડોટિન એક પણ બોલ રમ્યા વિના બોલ્ડ થઈ ગઈ. બ્રિસ્બેન હીટની બોલર સારા ગ્લેને ખાલી સ્ટમ્પ પર બોલ ફેંકીને તેમને આઉટ કરી દીધા.
આ ઘટના મેલબર્ન રેનેગેડ્સની ચેઝની 15મી ઓવરમાં બની. ટીમને જીત માટે 138 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 97 રન પર 4 વિકેટ પડી ગયા બાદ ડોટિન બેટિંગ કરવા આવી હતી, પરંતુ ક્રીઝ પર પહોંચવામાં તેણે મોડું કર્યું.
WBBLના ટાઇમ આઉટ નિયમ મુજબ, વિકેટ પડ્યાના અથવા બેટરના રિટાયર થવાના 75 સેકન્ડની અંદર નવા બેટરને આગામી બોલ રમવા માટે તૈયાર થવું પડે છે. આવું ન થાય તો બેટરને પિચથી ઓછામાં ઓછા 5 મીટર દૂર લેગ સાઇડમાં ઊભા રહેવું પડે છે. બોલર આ દરમિયાન ખાલી સ્ટમ્પ પર બોલ નાખી શકે છે.
ડોટિન સમયસર તૈયાર થઈ શક્યાં નહીં, તેથી તેમને સ્ક્વેર લેગની નજીક ઊભા રહેવું પડ્યું. ગ્લેને ખાલી સ્ટમ્પ પર બોલ નાખ્યો અને ડોટિનને બોલ્ડ જાહેર કરવામાં આવ્યાં. આ બોલને ઓવરના પ્રથમ બોલ તરીકે પણ ગણવામાં આવ્યો.