ઉપલેટામાં પૂરમાં ફસાયેલા પરીક્ષાર્થીઓને SDRFએ બચાવ્યા

ઉ૫લેટા તાલુકા અને આજુબાજુ વિસ્તારોમાં રવિવારે રાતે ધોધમાર વરસાદ વરસતાં તાલુકાના લાઠ અને ભીમોરા ગામે જવાના રસ્તા પર બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આથી આ ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા. જેના પગલે કોલેજના 9 પરીક્ષાર્થી ભીમોરામાં ફસાતાં તાલુકા વહીવટી તંત્રના આદેશથી SDRFની ટીમ ત્યાં પહોંચી હતી અને સલામત રીતે ભારે વાહનમાં પુલ પાર કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. જોકે, બાદમાં પરીક્ષા ન આપી શકતા વિદ્યાર્થીઓની 15 દિવસ બાદ પૂરક પરીક્ષા લેવડાવવામાં આવશે.

ગતરાતે ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી લાઠ અને ભીમોરા ગામનો સંપર્ક, વાહન-વ્યવહાર પૂરના પાણીથી કપાયો હતો. આજે (1 જુલાઈ) સવારે આ અંગેની જાણ થતાં જ તાલુકા વહીવટી તંત્રે સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનીક સંપર્ક કર્યો અને ગામની સ્થિતિ જાણી હતી. જેમાં લાઠ-ભીમોરા ગામમાં વરસાદી પાણીથી રસ્તો બંધ થતાં ગામેથી તાલુકા મથકે કોલેજમાં પરીક્ષા માટે જવા માગતા કોલેજીયન છાત્રો અટવાયા હોવાની માહિતી સામે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *