ઇલોન મસ્ક બની શકે છે દુનિયાના પહેલા ટ્રિલિયનેર

ઇલોન મસ્ક ટૂંક સમયમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની શકે છે. વાસ્તવમાં, ઇલોન મસ્કની રોકેટ અને સેટેલાઇટ કંપની સ્પેસએક્સ શેરબજારમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે, જે વોલ સ્ટ્રીટના ઇતિહાસનો સૌથી મોટો IPO હોઈ શકે છે.

તેની લિસ્ટિંગ પછી મસ્કની નેટવર્થ 1 ટ્રિલિયનને પાર પહોંચી શકે છે. ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, હાલમાં મસ્ક 807 બિલિયન ડોલર એટલે કે 77 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.

બુધવારે કંપનીએ SPCX ટિકર સિમ્બોલ હેઠળ લિસ્ટ થવાની યોજના રજૂ કરી છે. જેના કારણે આ કંપનીની ફાઇનાન્સ-લીડરશિપ જેવી અન્ય માહિતી પ્રથમ વખત સામે આવી છે.

સ્પેસએક્સે પોતાની વેલ્યુએશન 1.25 ટ્રિલિયન ડોલર આંકી છે. બીબીસી (BBC) અનુસાર, આ વેલ્યુએશનથી સ્પેસએક્સમાં મસ્કની બહુમતી હિસ્સેદારીની કિંમત 600 બિલિયન ડોલરથી વધુ હોઈ શકે છે. તેમની વર્તમાન સંપત્તિ અને આ લિસ્ટિંગને ભેળવીને મસ્કની કુલ નેટવર્થ 1 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર કરી શકે છે.

મસ્ક ગયા વર્ષે જ 500 બિલિયન ડોલરની નેટવર્થ પાર કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લાના CEO પણ છે. સ્પેસએક્સમાં કોમન શેર્સ અને ક્લાસ બી શેર્સના કોમ્બિનેશન દ્વારા મસ્ક પાસે 85.1% વોટિંગ પાવર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *