આયર્લેન્ડે ભારતને ક્લીનસ્વીપ કર્યું

આયર્લેન્ડે ઇતિહાસ રચતા પહેલીવાર વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ભારતને T20 સિરીઝમાં હરાવ્યું છે. બેલફાસ્ટમાં રમાયેલી બીજી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને 1 રનથી હરાવીને 2-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી.

આ સાથે જ ભારતીય ટીમને લગભગ ત્રણ વર્ષ પછી કોઈ T20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા 2023માં વેસ્ટ ઇન્ડીઝે 3-2થી હરાવ્યું હતું.

આયર્લેન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવ્યા હતા. ટીમ તરફથી હેરી ટેક્ટરે સૌથી વધુ 53 રન બનાવ્યા. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા પ્રિન્સ યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

155 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. પહેલી જ ઓવરમાં જય મુન્દ્રાએ સંજુ સેમસન અને અભિષેક શર્માને ગોલ્ડન ડક પર આઉટ કરી દીધા હતા. ત્યારબાદ પણ ભારતીય બેટર્સ સતત વિકેટો ગુમાવતા રહ્યા. તિલક વર્માએ 55 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બીજા છેડેથી તેને કોઈ મોટો સાથ મળ્યો નહીં અને ભારત 1 રનથી મેચથી હારી ગયું. યુવા બેટર વૈભવ સૂર્યવંશીને આ મેચમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી નથી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.

આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, લિયામ મેકકાર્થી અને જય મુન્દ્રા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *