ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફેમ એક્ટર આદિત્ય સીલ અને તેની પત્ની એક્ટ્રેસ અનુષ્કા રંજન જોડિયા દીકરીઓના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ 23 ઓગસ્ટ 2026ના રોજ બે દીકરીઓને જન્મ આપ્યો.
કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી શેર કરી. તેમણે પોતાની દીકરીઓના નામ ‘વીરા રંજન સીલ’ અને ‘માહી રંજન સીલ’ રાખ્યા છે. આદિત્ય સીલે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ કાર્ડ શેર કરીને ખુશી વ્યક્ત કરી અને બધાનો આભાર માન્યો.
આદિત્ય સીલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીઓના આગમનની ખુશી વ્યક્ત કરતા લખ્યું, ‘મારી સનશાઇન અમારા જીવનને રોશન કરવા આવી ગઈ છે. અમારું હૃદય પ્રેમ અને આભારથી ભરેલું છે. વીરા અને માહી, ટીમ ગર્લ.’ કપલે જે કાર્ડ શેર કર્યું છે, તેમાં બે બાળકીઓના ક્યૂટ ઇલસ્ટ્રેશન બનેલા છે.
મે 2026માં શેર કરી હતી પ્રેગ્નન્સીની ખબર કપલે આ જ વર્ષે પ્રેગ્નન્સીના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. મે 2026માં HT સિટીને આપેલા ઇન્ટરવ્યુમાં અનુષ્કા રંજને જણાવ્યું હતું કે, તેમના બાળકનો જન્મ સપ્ટેમ્બરમાં થવાનો હતો. તેણે કહ્યું હતું કે, તેઓ આ સમાચાર શેર કરવામાં થોડા મોડા પડ્યા હતા, કારણ કે તેઓ પોતાને થોડો સમય આપવા માંગતા હતા.
લગ્નની જાહેરાત કરવા કરતાં તેઓ આ સમાચાર શેર કરતી વખતે વધુ નર્વસ હતા, પરંતુ મિત્રો અને લોકોના રિએક્શનથી તેઓ ખૂબ જ ભાવુક અનુભવી રહ્યા હતા.