મેષ
આજનો દિવસ આત્મ-સંયમ અને વિશ્વાસની પરીક્ષા લઈ શકે છે. પરિવારમાં આર્થિક અથવા ભાવનાત્મક અસંતુલન જોવા મળી શકે છે. વડીલોની સલાહ તમને વ્યવહારિક વિચારસરણી તરફ વાળશે. બાળકોના ખર્ચ કે જરૂરિયાતો થોડી ચિંતા વધારી શકે છે. આર્થિક દૃષ્ટિએ બિનજરૂરી ખર્ચથી બચવું જરૂરી છે. પરિવારમાં થોડું અંતર કે મૌન અનુભવાઈ શકે છે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કોઈ પ્રોજેક્ટમાં મોડું થવાથી તણાવ આવી શકે છે. ટેકનિકલ ક્ષેત્રના લોકોએ વધારાના પ્રયાસો કરવા પડશે. વાણિજ્ય ક્ષેત્રમાં આર્થિક દબાણ અથવા ચુકવણીમાં વિલંબ શક્ય છે.
લવઃ પ્રેમમાં અંતરની ભાવના હાવિ થઈ શકે છે. પરિણિત લોકોને સાથી સાથે સંવાદમાં કમી અનુભવાશે. કેટલાક સંબંધોમાં ભાવનાત્મક ઠંડાપણું કે ગેરસમજ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ હવામાનના કારણે શરદી-ઉધરસ કે હળવો તાવ શક્ય છે. ધ્યાન, પ્રાર્થના કે પ્રકૃતિમાં સમય વિતાવવાથી રાહત મળશે.
લકી કલરઃ નેવી બ્લુ
લકી નંબરઃ 8
વૃષભ-The Lovers
આજનો દિવસ સંબંધો, નિર્ણયો અને ભાવનાત્મક સ્પષ્ટતાનું પ્રતીક છે. પરિવારમાં પ્રેમ અને સમજણ સાથે જોડાયેલી કોઈ પરિસ્થિતિ બનશે. વડીલોની સલાહ કોઈ જટિલ સંબંધને સરળ બનાવી શકે છે. હોમમેકર્સ પરિવાર વચ્ચે સામંજસ્ય જાળવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવશે. આર્થિક દૃષ્ટિએ કોઈ ભાગીદારી કે નિર્ણયમાં સંતુલન જરૂરી રહેશે. પરિવારમાં કોઈ ખુશખબરી કે મિલનનો અવસર બની શકે છે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ટીમવર્ક તમારા પક્ષમાં રહેશે. વાણિજ્ય ક્ષેત્રના લોકોને કોઈ ભાગીદારીમાં તક મળશે. શિક્ષણ ક્ષેત્રમાં કોઈ મેન્ટર પાસેથી પ્રેરણા કે માર્ગદર્શન પ્રાપ્ત થશે.
લવઃ પ્રેમ જીવન શિખર પર રહેશે. સિંગલ લોકોને કોઈ સાચા સંબંધની શરૂઆતનો સંકેત મળશે. સંબંધોમાં નવી ઉષ્મા અને રોમાન્સ પાછો ફરશે.
સ્વાસ્થ્યઃ હોર્મોનલ અસંતુલન ધરાવતા લોકોને સ્થિરતાના સંકેત મળશે. ખોરાકમાં મીઠાશ વધશે પરંતુ સંયમ રાખો. યોગ અને ધ્યાન મનને સંતુલિત રાખશે.
લકી કલરઃ વ્હાઇટ
લકી નંબરઃ 6
મિથુન-The Empress
આજનો દિવસ સમૃદ્ધિ, સર્જન અને આત્મિક સંતોષનો પ્રતીક રહેશે. પરિવારમાં સ્નેહ અને સહયોગનું વાતાવરણ રહેશે. વડીલોની સંભાળમાં તમારી સંવેદનશીલતા ઝળકશે. આર્થિક દૃષ્ટિએ વૃદ્ધિ અને સ્થિરતાના સંકેત છે. ઘરમાં સજાવટ કે સૌંદર્ય સાથે જોડાયેલું કોઈ કાર્ય શરૂ થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ વધશે. દિવસ આત્મવિશ્વાસ, પ્રેમ અને સમૃદ્ધિનો સુંદર સંગમ લઈને આવશે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રમાં તમારી સંતુલિત વિચારસરણી નેતૃત્વની છાપ છોડશે. ટેકનિકલ ક્ષેત્રમાં નવી યોજનાઓ અને ઇનોવેશન લાભદાયી રહેશે. શિક્ષણ ક્ષેત્રના લોકોને નવા વિચારોથી પ્રશંસા મળશે.
લવઃ પ્રેમમાં મધુરતા અને ભાવનાત્મક ઊંડાઈ જળવાઈ રહેશે. પરિણિત લોકોને સાથી તરફથી સમજણનું સુખ મળશે. સંબંધોમાં પ્રેમની નવી ચમક પાછી ફરશે.
સ્વાસ્થ્યઃ પાચનતંત્ર સારું રહેશે જો આહાર સંતુલિત રાખવામાં આવે. જે લોકો થાક કે નબળાઈ અનુભવી રહ્યા હતા, તેમને ઊર્જાનો સંચાર અનુભવાશે.
લકી કલરઃ મસ્ટર્ડ યલો
લકી નંબરઃ 3
કર્ક-Ten of Swords
આજનો દિવસ સમાપન અને નવા આરંભની તૈયારીનો છે. પરિવારમાં કોઈ જૂના મતભેદનો અંત આવી શકે છે. વડીલોની સલાહ તમને કોઈ ભાવનાત્મક મૂંઝવણમાંથી બહાર કાઢશે. જવાબદારીઓના ભાર પછી રાહત અનુભવાશે. આર્થિક દૃષ્ટિએ કોઈ જૂના નુકસાનની ભરપાઈનો સમય છે. પરિવારમાં થોડી શાંતિ અને આત્મનિરીક્ષણનું વાતાવરણ રહેશે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રમાં જૂની વ્યૂહરચના નિષ્ફળ થઈ શકે છે, પરંતુ નવી વિચારસરણી ઉકેલ લાવશે. ટેકનિકલ ક્ષેત્રમાં કોઈ ભૂલમાંથી શીખ લઈને સુધારો શક્ય છે.
લવઃ પ્રેમમાં કોઈ મુશ્કેલ ભાવનાત્મક પરિસ્થિતિનો અંત શક્ય છે. પરિણિત લોકોને જૂના વિવાદમાંથી મુક્તિ મળશે. સિંગલ લોકોને કોઈ અધૂરા સંબંધથી અંતર બનાવીને રાહત અનુભવાશે.
સ્વાસ્થ્યઃ હૃદય કે શ્વાસ સંબંધી દર્દીઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. ધ્યાન, પ્રાણાયામ અને પૂરતો આરામ ઊર્જા પાછી લાવશે.
લકી કલરઃ બેજ
લકી નંબરઃ 2
સિંહ-Five of Cups
આજનો દિવસ આત્મમંથન અને ભાવનાત્મક પરિપક્વતાનો છે. પરિવારમાં કોઈ જૂના મુદ્દાને લઈને મન ભારે થઈ શકે છે. વડીલોની સલાહથી આત્મવિશ્વાસ પાછો ફરશે. બાળકો પ્રત્યેની તમારી અપેક્ષાઓ થોડી ચિંતા આપી શકે છે. આર્થિક રીતે કોઈ જૂના નુકસાનની યાદ સતાવશે, પરંતુ ભવિષ્ય ઉજ્જવળ રહેશે. પરિવારમાં શાંતિ ઊંડાઈ ધરાવતી હશે, પરંતુ અંદરથી જોડાણ અકબંધ રહેશે.
કરિયરઃ વીતેલા નિર્ણયોની સમીક્ષા કરવાનો સમય છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં કોઈ ભૂલનો અહેસાસ આજે સ્પષ્ટ થશે. ટેકનિકલ ક્ષેત્રમાં કામ દરમિયાન થયેલી નાની ભૂલ તમને સાવધાની શીખવશે.
લવઃ પ્રેમમાં ભૂતકાળની યાદો ભાવનાત્મક રીતે પ્રભાવિત કરશે. પરિણિત લોકોએ કોઈ જૂની વાતને ભૂલવાનો પ્રયાસ કરવો જોઈએ.
સ્વાસ્થ્યઃ પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે, હળવો ખોરાક ઉપયોગી રહેશે.
લકી કલરઃ ખાકી
લકી નંબરઃ 7
કન્યા-Eight of Swords
આજનો દિવસ માનસિક મૂંઝવણ અને આત્મસંયમ લઈને આવશે. પરિવારમાં કોઈ વાત પર તમારો અવાજ દબાઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ અસ્થાયી છે. વડીલોની ચૂપકીદીમાં ઊંડો પાઠ છુપાયેલો હશે. હોમમેકર્સને ઘરેલુ સીમાઓ વચ્ચે પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ લાગશે. આર્થિક રીતે કોઈ નિર્ણયમાં હિચકિચાહટ રહેશે. પરિવારમાં સંવાદ મર્યાદિત રહેશે, પરંતુ મનમાં સ્નેહ જળવાઈ રહેશે.
કરિયરઃ અસ્થાયી અડચણો સામે આવી શકે છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં નિર્ણય લેતી વખતે શંકા હાવિ રહેશે. ટેકનિકલ ક્ષેત્રમાં કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ હાલ પૂરતો ટળી શકે છે.
લવઃ પ્રેમમાં ભ્રમ અંતર વધારી શકે છે. સિંગલ લોકોને કોઈના પ્રત્યે આકર્ષણ હોવા છતાં આગળ વધવામાં અચકાટ અનુભવાશે.
સ્વાસ્થ્યઃ ગરદન અને ખભામાં અકડન અનુભવાઈ શકે છે. વધુ પડતું વિચારવાથી પાચન પ્રભાવિત થઈ શકે છે.
લકી કલરઃ ગ્રે
લકી નંબરઃ 4
તુલા-Seven of Wands
આજનો દિવસ દ્રઢતા, આત્મવિશ્વાસ અને પોતાના વિચારો પર અડગ રહેવાનો છે. પરિવારમાં તમારા અભિપ્રાયને પડકાર મળી શકે છે, પરંતુ તમારો સંતુલિત વિચાર વિજય અપાવશે. બાળકોના વર્તનમાં સ્પર્ધાત્મક ભાવના ઝળકશે. મહિલાઓ પોતાની પ્રાથમિકતાઓ માટે અવાજ ઉઠાવશે. આર્થિક દૃષ્ટિએ કોઈ નવી તક તમને સાવચેતીપૂર્વક નિર્ણય લેવા માટે પ્રેરિત કરશે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રમાં તમારા નિર્ણયો પર સવાલો ઊઠી શકે છે, પરંતુ પરિણામો તમારા પક્ષમાં આવશે. ટેકનિકલ ક્ષેત્રમાં કોઈ પડકારજનક કાર્ય પૂરૂં કરવાથી સન્માન મળશે.
લવઃ સિંગલ લોકોએ કોઈ સંબંધમાં સીમાઓ નક્કી કરવી પડી શકે છે. કેટલાક યુગલોને મતભેદ હોવા છતાં વિશ્વાસ જાળવી રાખવાનો પડકાર મળશે.
સ્વાસ્થ્યઃ ખભામાં હળવો દુખાવો અનુભવાઈ શકે છે. જે લોકો લાંબા સમય સુધી બેસીને કામ કરે છે, તેમના માટે સ્ટ્રેચિંગ આવશ્યક છે
લકી કલરઃ મજેન્ટા
લકી નંબરઃ 6
વૃશ્ચિક-Three of Wands
આજનો દિવસ યોજનાઓને વાસ્તવિકતામાં બદલવાનો સમય છે. પરિવારમાં ભવિષ્યને લઈને ચર્ચા થશે, અને નવી તકો પર વિચાર બનશે. વડીલોની દૂરદર્શિતા તમારા નિર્ણયોને દિશા આપશે. આર્થિક દૃષ્ટિએ રોકાણ કે વિસ્તારના સંકેત છે. પરિવારમાં સહયોગ અને સકારાત્મક વિચારસરણી જળવાઈ રહેશે. કોઈ લાંબી યાત્રા કે પરિવર્તન શક્ય છે. સપનાઓને આકાર આપવાનો સાચો સમય છે.
કરિયરઃ પ્રગતિ અને વિસ્તારના દ્વાર ખુલશે. મેનેજમેન્ટ ક્ષેત્રના લોકોને નવા પ્રોજેક્ટ કે નેતૃત્વની તક મળશે.
લવઃ પ્રેમમાં નવી દિશા અને આશા જાગશે. પરિણિત લોકોને સંબંધમાં તાજગી અને સમજણનો અનુભવ થશે. સિંગલ લોકોને દૂરના સ્થળે રહેતી કોઈ વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ શક્ય છે.
સ્વાસ્થ્યઃ આંખોમાં હળવો તણાવ શક્ય છે, સ્ક્રીન સમય મર્યાદિત રાખો. વ્યાયામ અને તાજી હવાથી શરીરમાં નવી તાજગી આવશે.
લકી કલરઃ સેફ્રોન
લકી નંબરઃ 9
ધન-The Fool
આજનો દિવસ નવા અનુભવો અને સહજતાથી ભરેલો રહેશે. પરિવારમાં હાસ્ય, હળવાશ અને નવી વિચારસરણીનું વાતાવરણ બનશે. મહિલાઓને પોતાની અંદર છુપાયેલી રચનાત્મકતાને વ્યક્ત કરવાની તક મળશે. આર્થિક રીતે કોઈ નાની તક મોટો માર્ગ ખોલી શકે છે. પરિવારમાં નવા આરંભ કે યાત્રાની યોજના બની શકે છે. ચિંતા છોડીને જીવનનો આનંદ માણવાનો દિવસ છે, દરેક નિર્ણયમાં સહજતાના આશીર્વાદ રહેશે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કોઈ તાજા પ્રોજેક્ટ કે પ્રયોગની શરૂઆત શક્ય છે. ટેકનિકલ ક્ષેત્રના લોકો નવા વિચારો પર કામ શરૂ કરશે.
લવઃ પ્રેમમાં નવી શરૂઆતનો સમય છે. સિંગલ લોકોને અણધારી રીતે કોઈના પ્રત્યે આકર્ષણ થઈ શકે છે. જૂના સંબંધોમાં ગેરસમજ દૂર થવાની શક્યતા છે.
સ્વાસ્થ્યઃ જે લોકો આળસ કે તણાવમાં હતા, તેમને આજે રાહત મળશે. હળવો વ્યાયામ કે તાજી હવામાં સમય વિતાવવો શરીરને સ્ફૂર્તિ આપશે.
લકી કલરઃ લેમન યલો
લકી નંબરઃ 1
મકર-Wheel of Fortune
પરિવારમાં અચાનક કોઈ ગુડ ન્યૂઝ કે તક વાતાવરણ બદલી શકે છે. વડીલોની કોઈ જૂની સલાહનો અર્થ હવે સમજાશે. બાળકો સાથે જોડાયેલી કોઈ યોજનામાં ખુશીનું તત્વ છુપાયેલું રહેશે. ઘરમાં સકારાત્મક બદલાવની તક મળશે. આર્થિક દૃષ્ટિએ નફો અને નુકસાન બંનેની શક્યતા છે, પરંતુ સમય સાથે સંતુલન બનશે. પરિવારમાં જૂની મૂંઝવણો ઉકેલાશે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રમાં અચાનક પ્રમોશન કે નવો પ્રોજેક્ટ મળી શકે છે. ટેકનિકલ ક્ષેત્રમાં અણધારી સફળતા શક્ય છે.
લવઃ પ્રેમમાં બનતી ઘટનાઓ ઉત્સાહ જગાડશે. પરિણિત લોકોને સંબંધમાં નવી ઊર્જાનો અનુભવ થશે. સિંગલ લોકોને અચાનક કોઈની સાથે જોડાણ અનુભવાઈ શકે છે.
સ્વાસ્થ્યઃ પાચન કે બ્લડ પ્રેશરને લગતી હળવી તકલીફ શક્ય છે. ધ્યાન અને પ્રાણાયામ દિવસને સંતુલિત બનાવશે.
લકી કલરઃ ચારકોલ
લકી નંબરઃ 8
કુંભ-Page of Wands
આજનો દિવસ નવા વિચારો અને ઊર્જાવાન શરૂઆતનો સમય છે. પરિવારમાં ઉત્સાહ અને હાસ્યનું વાતાવરણ રહેશે. બાળકોની કોઈ નાની સફળતાથી ઘરમાં ખુશી ફેલાઈ જશે. હોમમેકર્સ નવા રચનાત્મક પ્રયોગો કરશે. આર્થિક રીતે કોઈ નાના રોકાણ કે પ્રયાસથી મોટું પરિણામ મળવાની શક્યતા છે. પરિવારમાં નવી વિચારસરણી અને ઊર્જાનો સંચાર થશે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો કોઈ નવા વિચારથી ટીમને પ્રેરિત કરશે. ટેકનિકલ ક્ષેત્રના લોકોને ઇનોવેશન કે પ્રોજેક્ટની શરૂઆતની તક મળશે.
લવઃ સિંગલ લોકોને કોઈ આકર્ષક વ્યક્તિ સાથે નવી શરૂઆતનો સંકેત મળશે. જૂના સંબંધોમાં હળવી મશ્કરી કે રમૂજ વાતાવરણને સહજ બનાવશે.
સ્વાસ્થ્યઃ જે લોકો આળસ અનુભવી રહ્યા હતા, તેમને આજે ઊર્જાનો સંચાર અનુભવાશે. પાચન સારું રહેશે, શરતે કે આહાર હળવો રાખવામાં આવે.
લકી કલરઃ ઓરેન્જ
લકી નંબરઃ 4
મીન-The Chariot
આજનો દિવસ દૃઢ નિશ્ચય અને નિયંત્રણનો સમય છે. પરિવારમાં તમારા નેતૃત્વથી વાતાવરણ સંતુલિત રહેશે. વડીલોની પ્રેરણાથી કોઈ અધૂરું કાર્ય પૂરું થશે. બાળકોની કોઈ જીદને સંભાળવા માટે ધીરજ દર્શાવવી પડશે. આર્થિક દૃષ્ટિએ સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ ખર્ચ પર સંયમ જરૂરી છે. પરિવારમાં યાત્રા કે કોઈ આયોજનની તૈયારી શક્ય છે. લક્ષ્ય તરફ આત્મવિશ્વાસથી આગળ વધશો. આ દિવસ જણાવે છે કે, જે દિશા નક્કી કરી લીધી, ત્યાં સફળતા નિશ્ચિત છે.
કરિયરઃ મેનેજમેન્ટ ક્ષેત્રના જાતકોને સ્પર્ધામાં વિજયના સંકેત છે. ટેકનિકલ ક્ષેત્રમાં કોઈ અઘરો પ્રોજેક્ટને પૂરો કરવાથી સન્માન મળશે. વાણિજ્ય ક્ષેત્રમાં ઝડપ અને સ્પષ્ટતાથી લાભ વધશે.
લવઃ પ્રેમમાં જોશ ઝળકશે. પરિણિત લોકોને સંબંધમાં એકબીજાની પ્રાથમિકતાઓ સમજવાની તક મળશે.
સ્વાસ્થ્યઃ તણાવથી બચો. મુસાફરી કરનારાઓએ આરામ માટે સમય કાઢવો જોઈએ. શરીર અને મન બંને સંતુલનમાં રહેશે.
લકી કલરઃ સી ગ્રીન
લકી નંબરઃ 5