અમદાવાદમાં AIMIMની જાહેર સભામાં ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર

પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે.

વડોદરામાં ભાજપના ઉમેદવારને જનતાએ ગંદકી બતાવતા કાર્યકરોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા. નારા લાગતા જ સ્થાનિકો અકળાયા અને કહ્યું કે રામના 10 નામ બોલો, સવાલ કરીએ એટલે ‘જય શ્રી રામ’ યાદ આવે છે?, આવતાની સાથે જ ‘ભારત માતા કી જય’-‘વંદે માતરમ’ કરવા માંડો છો.

જૂનાગઢના ભેસાણમાં એક જાહેર સભામાં AAP નેતા ગોપાલ ઈટાલિયા ગાળ બોલ્યા છે. બાદમાં ત્યાં હાજર આગેવાનોએ ધ્યાન દોરતા લાજવાને બદલે ગાજ્યા ને કહ્યું કે ભાવનગરમાં નોર્મલ છે, બહેનો-ભાઇઓ બધા બોલે, સુરતમાં નથી સાવ ગાળુ બોલતા.

‘અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે’ અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડમાં મિરઝાપુરના કુરેશી ચોકમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા યોજી હતી. જેમાં અસદુદ્દીન ઓવૈસી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોડ, ગટર, વરસાદી પાણીના નિકાલની જરૂર છે. અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે. કુરેશી સમાજના લોકો જ્યારે પશુઓ લઈને આવે છે ત્યારે ગૌરક્ષક અને RSS રોકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *