ભારતે અફઘાનિસ્તાન સામે રમાનારી T20 સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વૈભવ સૂર્યવંશીને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું છે.
શ્રેયસ અય્યર જ કેપ્ટન તરીકે જળવાઈ રહ્યો છે, જ્યારે સંજુ સેમસન અને ઈશાન કિશન વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ છે.
સિરીઝની પહેલી મેચ 13 સપ્ટેમ્બરે રમાશે. આ સિરીઝના તમામ મુકાબલા નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.
ઝડપી બોલર જસપ્રીત બુમરાહ સહિત 7 ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. જેમાં નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલ સામેલ છે.
બુમરાહ ઇંગ્લેન્ડ સામે ભારતની વન-ડે સિરીઝ દરમિયાન ઘૂંટણમાં લાગેલી ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તે શ્રીલંકા પ્રવાસ પર ગયો નહોતો.
જસપ્રીતે છેલ્લી T20 મેચ 8 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જે T20 વર્લ્ડ કપની ફાઈનલ હતી.