શહેરમાં નવા 150 ફૂટ રોડ પર અટલ સરોવર સ્ટાફ કવાટરમાં રહેતો સુપરવાઇઝર ઇમરાન અકતરઅલી (ઉ.વ.25) તેના ઘર પાસે હતો ત્યારે સિક્યુરિટીમેન ઇમ્તિયાઝ અને તેની સાથેના અજાણ્યા શખ્સે ઝઘડો કરી લોખંડના સળિયા વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે પોલીસે તપાસ કરતા તે અટલ સરોવરમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હોય લોકાને ચેક કરતા હોય ત્યારે તેની પાસેથી મળી આવેલ ફાકી, તમાકુ, બીડી એક ટોપલીમાં રાખતા હોય જે ડબલામાં પાણી નાખી દેતા સિક્યુરિટીમેન સાથે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં ગંજીવાડામાં રહેતા ભરતભાઇ શામજીભાઇ સાકરિયા (ઉ.વ.52) રાત્રિના તેના ઘરે બેભાન થઇ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસે તપાસ કરતા મૃતક 5 ભાઇમાં વચેટ અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરીકામ કરતા હોવાનું બહાર આવ્યું છે.