અંડર-19 એશિયા કપમાં ભારત Vs પાકિસ્તાન 8 નવેમ્બરે રમાશે

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ અંડર-19 એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી ઓમાનમાં શરૂ થશે અને 14 નવેમ્બરે ફાઇનલ રમાશે. આ વખતે 8 ટીમ ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે અને તમામ મુકાબલા મસ્કટ સ્થિત ઓમાન ક્રિકેટ એકેડેમી (OCA)ના ગ્રાઉન્ડ-1 અને ગ્રાઉન્ડ-2 પર રમાશે.

ભારત પોતાના અભિયાનની શરૂઆત 6 નવેમ્બરે નેપાળ સામે કરશે. તેના બે દિવસ બાદ, 8 નવેમ્બરે પાકિસ્તાન સામે મુકાબલો થશે. ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ 10 નવેમ્બરે UAE સામે હશે.

ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે અને કુલ 15 મેચ યોજાશે. ભારતને ગ્રુપ-Aમાં પાકિસ્તાન, UAE અને નેપાળ સાથે રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને મલેશિયાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *