રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા પાસેનાં ન્યારી-1 જળાશયમાં તા. 18ના બપોરે 2 કલાકની સ્થિતિએ પાણીનું લેવલ 104.25 મીટર છે. આથી, જિલ્લાના પડધરી તાલુકાના ઈશ્વરીયા, લોધીકા તાલુકાના હરીપર (પાળ), વડવાળી વાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપુર, રંગપુર, તરઘડી, ઉપરાંત રાજકોટ તાલુકાના ગઢેવાળી-વાજડી, વેજાગામ, વેજાગામ (વાજડી) અને વાજડી (વિરડાવાળી) ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, ઉપલેટા તાલુકા પાસે આવેલા વેણુ-2 ડેમમાં પાણીનું લેવલ 55 મીટર છે. હાલ આ ડેમના 3 દરવાજા 0.38 મીટર ખુલ્લા છે. આથી ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નાગવદર, નીલાખા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.