રાજકોટનાં જુદા-જુદા વિસ્તારમાં નવા ડામર કામોનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ડે.મેયરના વોર્ડ નં.3માં 150 ફુટ રોડના અયોધ્યા ચોકથી એચસીજી હોસ્પિટલના રસ્તાને ડામરથી મઢવાના કામનો પ્રારંભ થયો છે. જેના કારણે આસપાસના અનેક રહેણાંક વિસ્તારના લોકોની સાથે નિયમિતપણે અવરજવર કરતા નાગરિકોને રાહત થશે.
વોર્ડ નં.3માં અયોધ્યા ચોકથી એચ.સી.જી. હોસ્પીટલ સુધી અંદાજીત રૂ.1.11 કરોડના ખર્ચે થનાર ડામર રોડનુ ખાતમુહૂર્ત ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. રસ્તો બનવાથી એચસીજી હોસ્પીટલ, સીનર્જી હોસ્પિટલ આવનાર મુલાકાતીઓ તેમજ આસ્થા સોસાયટી, આસ્થા એન્કલેવ, મૃદિત હાઇટ્સ, સીતારા હાઇટ્સ, સહિતનાં વિસ્તારોના રહેવાસીઓ તથા રાહદારીઓની સુવિધામા વધારો થશે.