રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નિવૃત્ત વૃદ્ધ સાથે સાયબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં ફરિયાદી હર્ષલભાઈ ચંદ્રકાંતભાઈ વોરાએ જણાવ્યું હતું કે, 24 જાન્યુઆરીના રોજ તેમને ટ્રાફિક નિયમ ભંગ અંગે મેસેજ તેમજ વોટ્સએપ દ્વારા એક લિંક આવી હતી. લિંક દ્વારા “RTO traffic challan.apk” નામની ફાઈલ ડાઉનલોડ કરવા જણાવાયું હતું. એપ ઇન્સ્ટોલ થયા બાદ Kotak Mahindra Bankના એકાઉન્ટમાંથી 25 જાન્યુઆરીના રોજ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹9,93,017.70 ઉપાડી લીધા હતા. પૈસા કપાતા ફરિયાદીને જાણ થતાં જ તેમણે તાત્કાલિક બેન્ક અને સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી.