ટ્રોલિંગ બાદ રાહુલ રોયના સમર્થનમાં બોલિવૂડ ઉતર્યું

આશિકી’ ફિલ્મથી પ્રખ્યાત થયેલા રાહુલ રોયના મુશ્કેલ સમયમાં હવે બોલિવૂડ તેને સપોર્ટ કરતું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેની કેટલીક રીલ્સની મજાક ઉડાવવામાં આવ્યા બાદ જ્યારે રાહુલે પોતાની આર્થિક તંગી અને કામ ન હોવાનું દુઃખ શેર કર્યું, ત્યારે હવે ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા એક્ટર્સે ખૂલીને તેનું સમર્થન કર્યું છે. ફરાહ ખાનથી લઈને સોનુ સૂદ સુધી, ઘણી હસ્તીઓએ રાહુલ પ્રત્યે પોતાનું સન્માન અને સપોર્ટ વ્યક્ત કર્યો છે.

રાહુલ રોયની ભાવુક પોસ્ટ પછી ફિલ્મમેકર ફરાહ ખાને સૌથી પહેલા કોમેન્ટ કરતા તેને ‘ગુડ લક’ કહ્યું. જ્યારે, સોનુ સૂદે રાહુલને ભાઈ કહીને લખ્યું- ‘કીપ રોકિંગ બ્રધર’. એક્ટર અનુપમ ખેરે પણ રાહુલની હિંમત વધારતા તેને ‘બેસ્ટ’ ગણાવ્યો

આખો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે રાહુલ રોય કન્ટેન્ટ ક્રિએટર ડૉ. વનિતા ઘાડગે સાથે કેટલાક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં જોવા મળ્યો. કેટલાક લોકોએ આ વીડિયોને ‘અજીબ’ ગણાવીને રાહુલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આના પર રાહુલે જવાબ આપતા કહ્યું, ‘હું હાલમાં આર્થિક તંગી અને કેટલાક કાનૂની મામલાઓથી ઝઝૂમી રહ્યો છું. મારી સાદગીની મજાક ઉડાવવાને બદલે જો લોકો મને કામ અપાવવામાં મદદ કરે, તો તે વધુ સારું રહેશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *