PM મોદીએ કહ્યું, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિનો પક્ષકાર છે. બધા દેશો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને દરિયાઈ માર્ગો બધા માટે ખુલ્લા રહે.’ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓને લઈને ઘણા દેશોની ચિંતા વધી છે.
બીજી તરફ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ મોદીના વખાણ કરતા કહ્યું, ‘હું તમારી કારકિર્દીની નકલ કરું છું.’ તેમણે આટલું કહેતા જ તાળીઓ પડવા લાગી. તેમણે કહ્યું, ‘મોદી સરકારની ઘણી યોજનાઓ સફળ રહી છે. તેથી તેઓ તેમને અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સારું થયું કે આ યોજનાઓ પર ‘કોપીરાઇટ’ નથી.
ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે મંગળવારે જકાર્તામાં 20 કરારો થયા. સૌથી મહત્વપૂર્ણ બ્રહ્મોસ ડીલ રહી. આ અંગે બંને દેશો વચ્ચે છેલ્લા 4 મહિનાથી વાતચીત ચાલી રહી હતી. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઈલના વધારાના યુનિટ આપશે. આ સાથે ફિલિપાઇન્સ, વિયેતનામ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદનાર ત્રીજો દેશ બની ગયો છે.
વડાપ્રધાન સાંજે જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. તેઓ બુધવારે ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન જશે. આ મંદિર 1000 વર્ષથી પણ વધુ જૂનું છે.