અમેરિકાએ ઈરાન પર એરસ્ટ્રાઈક કરી

અમેરિકાએ બુધવારે વહેલી સવારે ઈરાનના દક્ષિણ ભાગમાં મોટા પાયે એરસ્ટ્રાઈક કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ વ્યાપારી (કોમર્શિયલ) જહાજો પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે આ હુમલા પાછળ ઈરાનનો હાથ હતો.

ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, સિરીક, કેશ્મ ટાપુ અને બંદર અબ્બાસમાં કેટલાય ધડાકાના અવાજો સાંભળવા મળ્યા હતા. શરૂઆતી અહેવાલો મુજબ, હુમલા બાદ કેટલાય વિસ્તારોમાં આગ લાગી ગઈ હતી, જોકે નુકસાન અને જાનહાનિની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.

અમેરિકી અધિકારીઓના મતે, એરસ્ટ્રાઈકમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન ઠેકાણાઓ અને કેટલીક બંદર સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. CENTCOM એ કહ્યું કે ઈરાને સીઝફાયર (યુદ્ધવિરામ) નું ઉલ્લંઘન કરીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાહનવ્યવહારને નિશાન બનાવ્યો, તેથી આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *