રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર 700થી વધુ વાહનોનો ખડકલો

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદીના બીજા દિવસે આજે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી ખેડૂતો તેમની વિવિધ જણસીઓ લઇને ઉમટી પડતા માર્કેટિંગ યાર્ડ બહાર 700 કરતા વધુ વાહનનો ખડકલો જોવા મળ્યો હતો. યાર્ડ બહાર 8 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડ ચેરમેન સહિતના અગ્રણીની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મગફળીની સૌથી વધુ 1.10 લાખ ગુણીની આવક થઈ હતી. આ ઉપરાંત કપાસની આવક 15,000 મણ તથા સોયાબીનની 40,000 મણની આવક નોંધાઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાત સરકાર દ્વારા ગઈકાલથી ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, કપાસ અને સોયાબીન સહિતની જણસીઓ ભરીને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જેને લઈને મગફળી તેમજ સોયાબીન ભરેલા વાહનોની 8કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 700થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *