અમદાવાદમાં NSUIએ પોલીસની બસ પર ચઢી નારા લગાવ્યા

સંસદમાં અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદીત નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે NSUIના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા, જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી. ACP, PI સહિત 150થી વધુ પોલીસકર્મીનો સ્ટાફ હોવા છતાં NSUIના કાર્યકરોએ પોલીસવાન પર ચઢીને વિરોધ નોંધાવ્યો હતો.

આંબેડકર મુદ્દે અમિત શાહના નિવેદન મામલે ગુજરાત યુનિવર્સિટી બહાર આજે(19 ડિસેમ્બર) NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસછાવણીમાં ફેરવાઇ ગયો હતો. દાદાસાહેબના પગલા તરફથી NSUIના કાર્યકરો હાથમાં બેનર સાથે વિરોધ માટે આવી રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી કાર્યકરો પહોંચે એ અગાઉ જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *