નવરાત્રિના ગલગોટો, કપડાં મેચિંગ સોંગ પર ખેલૈયાઓ ઝૂમી ઉઠશે

રાજકોટમાં નવરાત્રિમાં અર્વાચીન રાસોત્સવમાં ગરબા રમવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને યુવતીઓ પાર્લર અને હેર સલૂનમાં જઈને અવનવા મેક ઓવર અને હેર સ્ટાઈલ કરાવે છે. જેમાં પોની ટેલ અને બ્રેડ હેર સ્ટાઈલ ટ્રેન્ડમાં છે. જ્યારે આ વખતે નવરાત્રિ સ્પેશિયલ સોંગ્સ પર અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠવાના છે. જેમાં અમદાવાદી અને સુરતી સ્ટાઈલ સાથેના ગરબાનું આકર્ષણ જોવા મળશે. ગલગોટો, કપડાં મેચિંગ કરવા છે, ગોગો મારો ગોમ ધણી, રંગ ભીની રાધા જેવાં ગીતો પર ખેલૈયાઓ સુરતી દોઢીયુ, મંડિલ, 3 તાલી, ફ્રી સ્ટાઈલ, ગોપાલા સહિતનાં 4-6 સ્ટેપ્સ ઉપરાંત ચોકડી અને ટીટોડો રમી નવરાત્રિની ઉજવણીને દમદાર બનાવશે.

શહેરમાં નવરાત્રિના પ્રારંભે ખેલૈયાઓનું મેક ઓવર શરૂ થઈ ગયું છે. આવી જ એક યુવતી સ્વરાએ જણાવ્યું હતું કે, નવરાત્રિને લઈને હું ઉત્સાહિત છું. નવરાત્રિમાં ગ્લીસ ગુરુકુલમાં મેક અપ કરાવવા માટે આવી છું. હાલ હેર સ્ટાઈલમાં મેસી અને પોની ટેલ છે જે આ વખતે કરાવી છે. જેથી મેક અપ અને તેનો લૂક મને ખૂબ જ ગમ્યો છે. જ્યારે અન્ય યુવતી સ્વાતિ સોઢાએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં આ વખતે હેર સ્ટાઇલ અને વેલ ડ્રેસમાં નવા ટ્રેન્ડ છે. હાલ ગોટા પટ્ટી એટલે કે, બ્રેડ હેર સ્ટાઇલ ટ્રેન્ડમાં છે તે કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *