રાજકોટમાં 24 બોટલ દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

લક્ષ્મીનગર શાક માર્કેટ પાસેથી પોલીસે અંકુર સોસાયટીના ઇમરાન અબુ અકર મિનીવાડિયા (ઉ.વ.35)ને રૂપિયા 12000ની કિંમતના 24 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. માલવિયાનગર પોલીસે જણાવ્યું હતું કે, ઇમરાન મીનીવાડિયા અન્ય બુટલેગરને દારૂ સપ્લાય કરે તે પહેલા તે હાથ આવી ગયો હતો તેને કોને દારૂ આપવા આવ્યો હતો અને કોની પાસેથી લીધો હતો તે મુદ્દે તપાસ શરૂ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *