TRP અગ્નિકાંડમાં કાનૂની લડતના મંડાણ શરૂ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે કાનૂની લડતના મંડાણ થઈ ગયા છે. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે તમામ આરોપીઓને જેલમાંથી કોર્ટમાં હાજર રાખવામાં આવ્યા હતા. આરોપીઓને હાજર રાખી ચીફ કોર્ટે આ કેસ સેશન્સ અદાલતમાં કમિટ કર્યો હતો. આ કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ આજે તમામ આરોપીઓને કોર્ટે બોલાવી ચાર્જશીટની નકલ મળી ગઈ કે નહીં તેમજ આરોપીઓ તરફે વકીલ કોણ વગેરે સવાલો સાથે કાર્યવાહી આગળ વધારી હતી.

25.05.2024ના રોજ સાંજે રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં પોલીસે કુલ 16 આરોપીઓ સામે ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કર્યું હતું, જેમાં એક આરોપી સંચાલક પ્રકાશ જૈન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે. ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ચાર્જશીટ તૈયાર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *