એનિમલ હેલ્પલાઇન અને અર્હમ યુવા સેવા ગ્રૂપ દ્વારા અબોલ જીવોને ભોજન પૂરું પાડવાની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત પક્ષીઓને રોજ 15 ગુણી ચણ, 15 કિલોગ્રામ કીડિયારું, ખિસકોલીને 30 કિલો ડોડા ખવડાવવામાં આવે છે. આ સિવાય શ્વાનોને 250 લિટર દૂધ અને 50 કિલો રોટલી પૂરી પાડવામાં આવે છે. જ્યારે 40 કિલોગ્રામ ગોળી બનાવી રોજ માછલીને આપવામાં આવે છે. આ માટે અંદાજિત 20થી વધુ યુવાનો અને સેવાભાવીઓની ટીમ કાર્યરત છે.
આ સિવાય રસ્તે રઝળતા, નિરાધાર, બીમાર પશુઓ અને રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો અને રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પશુ- પંખીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.પશુ-પક્ષીઓ માટેનું સારવાર કેન્દ્ર કાર્યરત છે. એનિમલ હેલ્પલાઇનના મિતલભાઈ ખેતાણી અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.