ગોંડલમાં માંડવી ચોક પોલીસ ચોકીથી માત્ર 500 મીટર દૂર કરિયાણાની દુકાનમાં ચોરી

ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય અને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ શહેરનાં પોશ વિસ્તારો ઉપરાંત મુખ્ય બજારોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે.લોકો પોલીસ ફરિયાદ કરવાનુ ટાળતા હોય નિશાચરો બેફામ બન્યા છે.ત્યારે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવવા વેપારી મહામંડળ દ્વારા પોલીસમાં રજૂઆત કરાઇ છે.

બે દિવસ પહેલા મોડી રાત્રીના માંડવી ચોક પોલીસ ચોકીથી આશરે 500 મીટર સામે આવેલા વિક્ટરી ટોકિઝ પાસે કરિયાણાની તેજશ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તાળુ તોડી શટર ઉંચકી તેલના ડબ્બા , સુકોમેવો , કરિયાણું મળી આશરે 50,000થી વધુની ખુલ્લેઆમ ચોરી થઇ હતી. જ્યારે સવારે દુકાનદાર દુકાને આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતાં તેમણે તરત જ વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાા, જયકારભાઇ ખજુરવાલા, નલીનભાઈ જડિયા વગેરેને જાણ કરી બાદમાં પોલીસ ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *