માલદીવ્સને બરોબરનો રેલો આવ્યો!

દિલ્હી પહોંચેલા માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારત અને માલદીવ્સના સંબંધો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માલદીવ્સના લોકો વતી માફી પણ માગી છે.

મોહમ્મદ નશીદે કહ્યું- ભારત સાથેના વિવાદથી માલદીવ્સ પર ભારે અસર થઈ છે. હું આનાથી ખૂબ જ ચિંતિત છું. હું કહેવા માંગું છું કે માલદીવ્સના લોકો દુઃખી છે. આ બાબતે અમને દુઃખ છે. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય લોકો તેમની રજાઓમાં માલદીવ્સ ફરવા આવે. અમારા આતિથ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. ભારતના ટૂરિસ્ટ નથી આવતા એમાં અમારી હાલત કફોડી થઈ ગઈ છે.

પૂર્વ રાષ્ટ્રપતિ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા અને કહ્યું હતું કે હું ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. પીએમ મોદીએ આપણા બધાને શુભેચ્છા પાઠવી હતી. હું પીએમ નરેન્દ્ર મોદીને ખૂબ મોટો સમર્થક છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.

BoycottMaldives ટ્રેન્ડનો ઉલ્લેખ કર્યો
ભારતમાં 7 જાન્યુઆરીથી હેશટેગ BoycottMaldives ટ્રેન્ડ થયું. આનો ઉલ્લેખ કરતાં પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માફી માગી અને ભારતીયોને માલદીવ્સ આવવા કહ્યું.

ખરેખરમાં પીએમ મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસનો એક વીડિયો શેર કર્યો હતો. આમાં લક્ષદ્વીપ હવે સુંદરતાના મામલે માલદીવ્સને ટક્કર મારી રહ્યું છે. આ પછી લોકોએ સોશિયલ મીડિયા પર કહ્યું એવું લાગે છે કે લાખો રૂપિયા ખર્ચીને માલદીવ્સ જવા કરતાં લક્ષદ્વીપ જવું વધુ સારું છે.

આને કારણે માલદીવ્સના મંત્રીઓ અને નેતાઓ નારાજ દેખાયા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં પીએમ મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, સાથે જ કહ્યું હતું કે સેવાના મામલે ભારત માલદીવ્સ સાથે મુકાબલો કરી શકે એમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *