સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા, 7નાં માથાં વાઢી નાખ્યાં

સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા પામેલા લોકોને કાં તો ફાંસી અપાય છે અથવા તો શિરચ્છેદ કરાય છે. સાઉદી અરેબિયાના મીડિયા અહેવાલો અનુસાર મંગળવારે આતંકવાદના દોષિત સાત લોકોનાં તલવારથી માથાં વાઢી નાખ્યાં હતાં.

આ પહેલાં માર્ચ 2022માં સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાની સત્તાવાર પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ સાત લોકો સામે આતંકવાદી સંગઠન બનાવવા અને ફન્ડિંગ ઉઘરાવવાનો આરોપ હતો. જેમાં દોષી સાબિત થતાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

બીજી તરફ આ સાત લોકો સાઉદી અરેબિયાના નાગરિક હોવાના દાવા કરાયા છે. જોકે, તેમની નાગરિકતાનો સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *