સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી, ગૌસેવક સ્વ. મહેન્દ્રભાઇ શ્રીમાંકરના સુપત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદીપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો તા. 1લી માર્ચ 2024ના રોજ 49મો જન્મદિવસ છે. વ્યવસાયિકક્ષેત્રે સફળ સંદીપભાઈ શ્રીમાંકર સેવાકીય ક્ષેત્રે પણ અગ્રેસર છે. ગૌ.વા. મહેન્દ્રભાઈ શ્રીમાંકર દ્વારા સ્થાપિત, સંવંધિત તેમજ આર્શીવાદીત ગૌસેવા–જીવદયા—માનવતાના વારસાને સતત આગળ ધપાવતા તેમજ “ચેરીટી બીગીન્સ ફોમ હોમ’ ના ન્યાયે સંદીપભાઈ શ્રીમાંકર પરીવારે દર વર્ષની માફક આ વર્ષે જન્મદિવસની સેવામય ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.
માતા સ્વ. મધુરીબેન મહેન્દ્રભાઇ શ્રીમાંકરના આર્શીવાદથી અને એનીમલ હેલ્પલાઈનના સહકારથી તા. 1 માર્ચ 2024ને શુક્રવારે, સવારે 7થી 8 વાગ્યા દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન, રાજકોટ તથા સ્વસ્તિક પોલીસ સ્ટોર, મોટી ટાંકી ચોક, મહાવીર એપાર્ટમેન્ટ ખાતેથી ચકલીના માળા–પાણી પીવાનાં કુંડાનું વિતરણ આખો દિવસ નિઃશુલ્ક કરાશે.