શહેરના પરસાણાનગરમાં છેલ્લા ચાર મહિનાથી કાકાના ઘરે રહેતી રૂચિરાબેન નામની પરિણીતાએ ઉનાની રાજદીપ તુલસીધામ સોસાયટીમાં રહેતા પતિ મહેશ, સસરા રાજકુમારભાઇ હેમાંનદાસ આસવાણી, સાસુ દીપાબેન, અમદાવાદ રહેતી નણંદ ટીના તરૂણ કોડવાણી, જયના રવિ ભંભાણી સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
એમ.એસસી સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, મહેશ સાથે તેના લગ્ન 2022ના મે મહિનામાં થયા છે. લગ્ન બાદ અમદાવાદ સંયુક્ત પરિવારમાં રહેતા સાસરિયાંઓ સાથે રહેવા ગઇ હતી. લગ્નના થોડા દિવસો બાદ જ દહેજ મુદ્દે સાસુ-સસરા, નણંદે માગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. અને પિયર તરફથી મળેલા ઘરેણાં પોતાની પાસેથી લઇને ઉનાની બેંકમાં મૂકી દીધા હતા. લગ્ન બાદ હનીમૂન કરવા દુબઇ ફરવા ગયા હતા. ત્યાં પતિની અગાઉ પ્રેમિકા સાથે સગાઇ થઇ હતી. તેનો ફોટો બતાવી કહ્યું કે, તારા કરતા તો આ સારી છે, હું હજુ તેને જ પ્રેમ કરું છું. આવી વાત કરતા તમને એ ગમતી હોય તો તેની સાથે જ લગ્ન કરવાતાને, મારી જિંદગી શું કામ ખરાબ કરી. ત્યાર બાદ આ મુદ્દે પતિ સાથે દુબઇમાં મોટો ઝઘડો થયો હતો. અને પતિએ મારા કે તારા ઘરનાને આ વાત કરતી નહીં તેમ કહી ધમકાવી હતી.
હનીમૂન કરી પરત આવ્યા બાદ નણંદે યેનકેન પ્રકારે આ તો સાવ લુખ્ખાના ઘરની છોકરી છે, પહેલા સગાઇ કરી હતી તે છોકરીએ કેટલી બધી ચીજવસ્તુઓ આપી હતી. લગ્નના ત્રણ મહિના બાદ પોતે સગર્ભા થતાં ઊલટીઓ શરૂ થઇ હતી. આ સમયે નણંદ ટીનાએ આ ગોળી ખાઇ લે સારું થઇ જશે. જેથી મેં તે ગોળી ખાઇ લીધી હતી.