મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાના લગભગ 26 કલાક બાદ બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નર્મદાપુરમ વિભાગના કમિશનરે જણાવ્યું કે આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે. લગભગ 184 લોકોને બચાવી લેવાયા છે. 51 ફેક્ટરી કામદારો સહિત 217 લોકો ઘાયલ થયા હતા.
સીએમ ડો.મોહન યાદવ બુધવારે હરદા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈજાગ્રસ્તોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. CMએ કહ્યું કે આ મામલે એવી કાર્યવાહી કરવામાં આવશે કે લોકો યાદ રાખશે.
રોષે ભરાયેલા લોકોએ હરદામાં નાકાબંધી કરી હતી. લોકો મુખ્યમંત્રીને મળવા માંગતા હતા. અધિકારીઓએ તેમને રોક્યા હોવાનો આરોપ છે. જે બાદ લોકો રોષે ભરાયા હતા અને નાકાબંધી કરી હતી.