રાજકોટ મનપાની વેરા વસુલાત શાખાએ આજે 28 મિલકત સીલ કરી

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 28 મિલકતો સીલ કરી 15 મિલકતોને ટાંચ જપ્તી નોટીસ આપી રૂ.20.15 લાખની રીકવરી કરવામાં આવી છે.

રાજકોટ શહેરના વોર્ડ નંબર 3માં કુલ 5 યુનિટને નોટીસ પાઠવવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 5માં 1 નોટીસ પાઠવી સામે રૂ.1.20 લાખ રિકવર કરવામાં આવ્યા છે. તો વોર્ડ નંબર 6માં 2 યુનિટને નોટીસ આપી સંત કબીર રોડ પર આવેલા 1 નળ કનેક્શન કપાત કરતા રૂ.1.29 લાખ રિકવરી થવા પામી, જ્યારે સંજય નગરમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50 હજારનો PDC ચેક મળેલો છે. આ જ રીતે વોર્ડ નંબર 7માં 1 યુનિટની નોટીસ સામે રૂ.1.39 લાખની રિકવરી થવા પામી છે. વોર્ડ નંબર 8માં કાલાવાડ રોડ પર આવેલા 3 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ.124.33 લાખ રિકવર થયેલા છે. જ્યારે નાના મોવા રોડ પર આવેલા યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *