બાંગ્લાદેશમાં ચૂંટણીના 2 દિવસ પહેલા હિંસા

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારે રાત્રે તોફાનીઓએ એક ટ્રેનમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાત્રે 9.05 કલાકે બની હતી. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમના ડ્યુટી ઓફિસર ફરહાદુઝમાને આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ પહેલા 19 ડિસેમ્બરે એક ટ્રેનમાં આગ લગાવાઈ હતી, જેમાં ચાર લોકોનાં મોત થયા હતા.

એએફપીના અહેવાલ મુજબ, પોલીસ અધિકારી અનવર હુસૈને જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે આગ તોડફોડના કારણે લાગી હતી. બદમાશો દ્વારા લાગેલી આગ ટ્રેનના 5 કોચમાં ફેલાઈ ગઈ હતી. હાલ પોલીસ જાનહાનિ અને નુકસાનની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ટ્રેન ઢાકાને બાંગ્લાદેશના સૌથી મહત્વપૂર્ણ બંદર બેનાપોલ સાથે જોડે છે.

બાંગ્લાદેશમાં 12મી સામાન્ય ચૂંટણી માટે 7 જાન્યુઆરીએ મતદાન થશે. હસીના 2009થી બાંગ્લાદેશના વડાપ્રધાન છે અને 5મી વખત પીએમ પદના દાવેદાર છે. ચૂંટણીમાં વિપક્ષના બહિષ્કારને કારણે આ વખતે ફરી તેમની જીતની સંભાવના છે.

હસીનાએ મુખ્ય વિપક્ષી પાર્ટી BNP પર આરોપ લગાવ્યો છે કે તેના નેતાઓ મની લોન્ડરિંગ દ્વારા દેશના પૈસા અન્ય દેશોમાં મોકલી રહ્યા છે અને આમાં સૌથી મોટું નામ BNP નેતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *