વડોદરા નજીકથી AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો આતંકી ઝડપાયો

ગુજરાતમાં આતંકી હુમલાના ઈરાદા સાથે આવેલા જૈશ-એ-મોહમ્દ સાથે સંકળાયેલા આતંકીને ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)એ હાલોલ-વડોદરા હાઈવે પરથી દબોચી લીધો. આતંકીના કબજામાંથી એક AK-47 રાયફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા.

આતંકી મોહમ્મદ શાહરૂલ ઈસ્લામ કબીરુદ્દીન મૂળ આસામનો રહેવાસી છે અને વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાના ઈરાદા સાથે આવ્યો હતો.આતંકીના મોબાઈલમાંથી તેના પુરાવા પણ મળી આવ્યા છે. તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈસ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતો.

ગુજરાત એટીએસ દ્વારા આતંકીને 14 દિવસના રિમાન્ડની માગ સાથે વાઘોડિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. શરૂઆતમાં વકીલોએ આરોપી તરફ કેસ લડવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, સમજાવટ બાદ એક વકીલ કેસ લડવા તૈયાર થયા હતા. રિમાન્ડ પરની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *