પહેલી જ ઓવરમાં જયસ્વાલ ઝીરોમાં બોલ્ડ થયો

ન્યૂઝીલેન્ડની ટીમ ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારત સામે 356 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. જવાબમાં ભારતની પહેલી ઇનિંગમાં સ્કોર 8/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલ (0)ને મેટ હેનરીએ પહેલી જ ઓવરમાં બોલ્ડ કર્યો.

તેની તરફથી ટોમ બ્લંડેલ (89 રન) અને કેપ્ટન ટોમ લેથમ (59 રન)એ ફિફ્ટી ફટકારી.

ટીમ ઈન્ડિયા તરફથી આકાશદીપે 5 વિકેટ ઝડપી. અંશુલ કંબોજ અને ગુરનૂર બરારને 2-2 વિકેટ મળી. વોશિંગ્ટન સુંદરને એક વિકેટ મળી.

મેટ હેનરીએ પહેલી ઇનિંગની પહેલી ઓવરના છઠ્ઠા બોલે યશસ્વી જયસ્વાલને બોલ્ડ કરી દીધો. 131.2 kmphની ઝડપનો બોલ બહારની તરફ નીકળ્યો.

જયસ્વાલ બોલની દિશા પારખી ન શક્યો અને બોલ તેના ઓફ સ્ટમ્પ પર જઈ લાગ્યો. તે 6 બોલ રમીને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *