કુંભારવાડામાં રહેતા અતિક ચૌહાણને ઘર નજીક જ બાઈક પર જતા સમયે ગળામાં દોરો ફસાતા દુર્ઘટના સર્જાઈ’તી

રાજકોટના કુંભારવાડા વિસ્તારમાં પતંગનો દોરો ગળામાં ફસાતા 20 વર્ષીય અતિક રિયાઝભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત 21 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ અતિક પોતાના ઘર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગનો દોરો ગળામાં આવી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી જેનું આજરોજ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં કલપાંત છવાઈ જવા પામ્યો છે.

ગળે દોરી ફસાતા લોહીલુહાણ થઈ ગયા હતો
21 નવેમ્બરના રોજ અતિક ચૌહાણ પોતાના ઘરે હતો ત્યારે તેના મિત્ર રહીશનો ફોન આવ્યો હતો અને કહ્યું કે પિતાની તબિયત ખરાબ છે જેથી તે પોતાના મિત્રના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી દવા લેવા માટે બાઈક લઈને મિત્રના ઘરે જવા નીકળ્યો હતો. જોકે, ઘર થી થોડે દૂર શેરીમાં જ બાઈક ચલાવતી વખતે પતંગનો દોરો ગળાના ભાગે ફસાઈ જતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

સારવાર દરમિયાન મોત, પરિવારમાં શોક
જેથી તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ​જ્યાં ટૂંકી સારવાર બાદ આજે યુવકનું મોત નીપજ્યું હતું. ​ઉલ્લેખનીય છે કે મૃતક અતિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો જે પરિવારને છૂટક મજૂરી કામ કરી મદદરૂપ થતો હતો જેના અકાળે અવસાનથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *