રાજકોટ શહેર LCB ઝોન-2 ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન યાજ્ઞિક રોડ ઇમ્પરીયલ હોટલ પાસે પહોંચતા બાતમી મળી હતી કે, યાજ્ઞિક રોડ ધનરજની કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફલોર પર ઉનો અરોમા સ્પ્રેની દુકાનમાં નિશાંત ચાવડા હાજર હોય જે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે ચોકકસ બાતમીના આધારે ટીમે ઉનો અરોમા સ્પ્રેની દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં હાજર શખ્સની અટકાયત કરી નામ પૂછતાં પોતાનું નામ દિક્ષીત સુરેશ ગૌસ્વામી અને તેની સાથેના શખ્સે નિશાંત ગીરીશ ચાવડા હોવાનું જણાવ્યું હતું.
નિશાંત પાસે રહેલ પીળા રંગના બોક્સમાં ખાખી ટેપ વીંટેલ હોય જેથી બોકસ ખોલી જોતા તેમાંથી વિદેશી દારૂની 2 બોટલ મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને શખ્સો દુકાનમાં નોકરી કરતા હોવાનું અને દારૂ અંગે દુકાન માલિકને કોઈપણ જાતની જાણ ન હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી દારૂના સપ્લાયર અંગે તપાસ હાથ ધરી છે.
પોપટપરામાં 24 વર્ષીય ઈજમત શેખનો આપઘાત
રાજકોટના પોપટપરા વિસ્તારમાં 24 વર્ષીય ઈજમત શેખ નામના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મછી જવા પામી છે. 24 વર્ષીય ઈજમત રફિકભાઈ શેખ ગઈકાલે રાત્રે 9.15 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો જેની જાણ પરિવારજનોને થતા 108માં ફોન કરતા 108ના EMTએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે જાણ પ્રદ્યુમનનગર પોલીસને કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાન ડેન્ટલ વિભાગમાં દાંત બનાવવાનું કામ કરતો હતો અને બે ભાઈમાં નાનો અને કુંવારો હતો. જો ક આપઘાતનું કારણ પરિવારજનો પણ જાણતા ન હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.