જંગવડમાં પતિ સહિત બેને ગંભીર ઈજા, આટકોટ પોલીસે તપાસ શરૂ કરી

જસદણ તાલુકાના જંગવડ ગામે કુટુંબીજનો વચ્ચેના ઝઘડામાં વિલાસબેન પ્રકાશભાઈ ઘોડકિયાનું મોત થયું હતું. આ જ ઘટનામાં અન્ય એક મહિલા અને તેમના પતિ પ્રકાશભાઈ ઘોડકિયાને ગંભીર ઈજા થઈ હતી.

પ્રાથમિક વિગતો મુજબ, ઝઘડામાં વિલાસબેનને ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ તેમનું મોત થયું હતું.

બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને કોણ સંડોવાયેલું છે, તે તપાસ બાદ સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *