ગોંડલથી વાસાવડ સુધીના અંદાજે 32 કિમી લાંબા રોડના રિસરફેસિંગ કામનું 19 નવેમ્બરે ખાતમુહૂર્ત થયું. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પ્રતિનિધિ અને ભાજપના યુવા અગ્રણી ગણેશ ગોંડલે પૂજા વિધિ કરી કામની શરૂઆત કરાવી. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
આ રોડ લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો. ગ્રામ્ય વિસ્તારોમાંથી ગોંડલમાં ધંધા-રોજગાર અને અભ્યાસ માટે રોજ આવનજાવન કરતા લોકોને રોડ બન્યા પછી સમયની બચત થશે.
રોડનું ટેન્ડર રૂ. 31,78,69,000ના ખર્ચે મંજૂર થયું છે. અંદાજે 32 કિમી લાંબો અને 21 ફૂટ પહોળો રોડ બનાવવામાં આવશે. કામ 30 દિવસમાં પૂરું થવાનો અંદાજ છે.