રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરમાં યુવાનનો આપઘાત

રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૂળ ગોંડલ નજીક સતાપર ગામના અને અહીં રાજકોટમાં નોકરી કરી કાકાના ઘરે રહેતા સતીશ ધ્રાંગાએ રાત્રીના સમયે ઘરે એકલો હતો ત્યારે બાલ્કનીના હુકમાં ચૂંદડી બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એકના એક પુત્રનું આકસ્મિક મોત થતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.

મૂળ ગોંડલ તાલુકાના સતાપર ગામનો 23 વર્ષીય સતિષ કલ્પેશભાઈ ધ્રાંગા છેલ્લા કેટલાક સમયથી રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરના આઠમા માળે આવેલા બ્લોક નંબર બી-12માં હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતા પોતાના કાકા અનિલભાઈના ઘરે રહીને ખાનગી કંપનીમાં નોકરી કરી રોજગારી મેળવતો હતો. ​ગઈકાલે રાત્રિના સમયે કાકા અનિલભાઈ પોતાની ફરજ પર નોકરીએ ગયા હતા જ્યારે કાકી બહારગામ હોવાથી સતિષ ઘરમાં એકલો હતો. આ દરમિયાન સતિષે બાલ્કનીમાં આવેલા લોખંડના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *