મોટી પવાલી ભરીને લોકોને પીવડાવવા દારૂ તૈયાર કરાયો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દોરૂ દરરોજ રાજ્યમાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા છે. એક પ્રસંગ દરમિયાન ખુલ્લેઆમ દારૂ અને બિયરની પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મોટા પ્રમાણમાં કેટલાક લોકો ભેગા મળીને મોટી પવાલી ભરીને દારૂ તૈયાર કરી રહ્યા છે. એક મહિલા તો હાથમાં બિયરનું ટિન લઇને ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. આ વીડિયો સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા નંદીગ્રામ સોસાયટી નજીકના શિવ બંગ્લોઝના હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ વીડિયો અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ. ગોહિલે જણાવ્યું હતું કે, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યા છે તે અંગે હું તપાસ કરીને જણાવીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *