ટ્રમ્પ-શી જિનપિંગ અને પુતિનની આજે બેઠક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે પહેલીવાર એકસાથે બેઠક કરશે. આ ત્રિપક્ષીય બેઠક ચીનના શેનઝેનમાં યોજાઈ રહેલી એશિયા-પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટ દરમિયાન થશે.

બેઠકમાં ઈરાન યુદ્ધ, યુક્રેન યુદ્ધ સહિતના 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પહેલાં બુધવારે ત્રણેય નેતાઓ APEC સમિટના સ્વાગત સમારંભમાં પણ એકસાથે જોવા મળ્યા હતા.

આ બેઠકની તુલના 1945ના યાલ્ટા સંમેલન સાથે કરવામાં આવી રહી છે. આશરે 80 વર્ષ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયેત નેતા જોસેફ સ્ટાલિન ક્રિમિયાના યાલ્ટામાં મળ્યા હતા.

ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ યુરોપની વ્યવસ્થા અને જર્મનીના ભવિષ્ય અંગે નિર્ણયો લેવાયા હતા. હવે પહેલીવાર આજના સમયની ત્રણ મહાસત્તાઓ અમેરિકા, ચીન અને રશિયાના વર્તમાન નેતાઓ એકસાથે બેઠક કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *