IPL 2027ના મિની ઓક્શન પહેલાં તમામ 10 ટીમે પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ટીમે કુલ 81 ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ સૌથી વધુ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC)એ 10-10 ખેલાડીઓને રિલીઝ કર્યા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT)એ સૌથી ઓછા 5-5 ખેલાડીઓને રિલીઝ કર્યા.
16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારા મિની ઓક્શન પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયા બાકી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 41.65 કરોડ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પાસે 40.15 કરોડ રૂપિયા છે. ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી ઓછા 8.75 કરોડ રૂપિયા બાકી છે.