રાજકોટમાં દિવાળી વેકેશનના નિયમોનો ભંગ

ગુજરાત સરકાર દ્વારા 5થી 25 નવેમ્બર એમ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ રાજકોટની અમુક ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરતી હોય તેવી રજૂઆત કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે. જેમાં 10 જેટલી શાળાઓમાં ધોરણ 1 થી વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે, જેના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવાળીનું વેકેશન 5થી 25 નવેમ્બર સુધીનું: રોહિત રાજપૂત
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટમાં રાજ્ય સરકારના શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળીનું વેકેશન 5થી 25 નવેમ્બર સુધીનું છે, પરંતુ રાજ્ય સરકાર માત્ર કાગળ પર વેકેશન પાડતી હોય અને જે-તે જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તેનું કડક અમલીકરણ ન કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં મોટાભાગની શાળાઓ 15 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓની અઢળક ફરિયાદો મળી છે.

વેકેશનની શરૂઆતથી જ જિલ્લા શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે વેકેશનની સંપૂર્ણ અમલવારી થવી જોઈએ. જેથી બાળકો પરિવાર સાથે સમય વિતાવી શકે, માનસિક તણાવમાંથી દૂર થાય અને અન્ય પ્રવૃત્તિઓ કરી શકે. જોકે સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાઓ ચાલુ હોવાની ફરિયાદો મળ્યા બાદ તપાસ કરતાં રાજકોટની લગભગ 10 થી વધુ શાળાઓ આજે ચાલુ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *