રેસકોર્સમાં ફૂડ-ટેબ્લો કાર્નિવલની સાથે ભવ્ય આતશબાજી, આજે રંગોળી સ્પર્ધા

દિવાળીના પર્વને હવે આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે દિવાળીના પર્વને લઇ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ મનપા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને મનોરંજન માટે દિવાળી કાર્નિવાલ અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આવતીકાલે રેસકોર્સ રિંગરોડ ફરતે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજના આતશબાજી કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉમટી પડ્યા હતા અને રાજકોટનું આકાશ રંગબેરંગી ફટાકડાની રંગોળીથી રંગીન બની ગયું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર માટે તા.6 નવેમ્બરથી તા.8 નવેમ્બર દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘રંગ, રોશની અને દિપાવલી ઉત્સવ’, ‘ફૂડ ફેસ્ટિવલ’ અને ટેબ્લો કાર્નિવલ’ તથા ‘ભવ્ય આતશબાજી’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, આકર્ષક એન્ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, લેસર શો, રંગોળી સ્પર્ધા સહિતના વિશેષ આકર્ષણો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *